49th Get to Gather – BDPA (INDIA) AHMEDABAD – GANDHINAGAR – 11.11.2019

11 Nov

49th Get to Gather – BDPA (INDIA) AHMEDABAD – GANDHINAGAR

૪૯મું  સ્નેહ સંમેલન –  બીડીપીએ (ઇન્ડિયા) અમદાવાદ ૧૧મી નવેમ્બર, ૨૦૧૯

બીડીપીએ (ઇન્ડિયા) અમદાવાદ નું ૪૯મું સ્નેહસંમેલ, પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવાની પ્રતિજ્ઞા અને આંખની સારવાર વિષે એક સમારંભ તારીખ  ૧૧મી નવેમ્બર, ૨૦૧૯ , સોમવારે બપોરે ૦૩.૦૦ વાગે અમદાવાદ મેડિકલ એસોસીએસન હોલ, એચ. કે.  કોલેજ સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે.

તેમાં શ્રી વી. રમેશ, ચીફ જનરલ મેનેજર, ગુજરાત તેમજ શ્રી કમલ કપૂર, સી.સી. એ. ગુજરાત સર્કલ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સેન્ટર ફોર સાઈટ, સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ, અમદાવાદ ના ખ્યાતનામ ડોકટર શ્રીમતી રુચિ કાબરા તેમજ ડોકટર શ્રીમતી ફાલ્ગુની ચુડાસમા, કેટરેક અને રેટિના ની સર્જરી વિષે સમજ તેમજ આપના પ્રશ્નોના જવાબ આપશે.

હાલના સંજોગોમાં બીએસએનએલ ના સેવા નિવૃત સભ્યોને ત્રીજા વેતન પંચનો લાભ ક્યારે મળશે, તેમજ વી.આર.એસ. તેમજ સી.જી.એચ.એસ. વિષે માહિતી આપશે.

ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ વિષે પણ સમજ આપવામાં આવશે અને આ સગવડનો લાભ તારીખ ૧૩.૧૧.૨૦૧૯ થી ૧૬.૧૧.૨૦૧૯ સુધી આપણી ઓફિસમાં ઉપલબ્ધ કરવા વિષે જાણ કરવામાં આવશે.

નવા સભ્યોની નોંધણી તેમજ ડિરેક્ટરી નું વેચાણ પણ કરવામાં આવશે. હોલમાં પ્રવેશ ૩.૩૦ પછીથી આપવામાં આવશે નહિ તેમજ દરેક સભ્યશ્રી એ નિયમ મુજબ રૂપિયા ૫૦.૦૦ નું અનુદાન કરવાનું રહેશે.

તો સર્વે સેવાનિવૃત્ત સભ્યોને પ્રેમપૂર્વક હાજરી આપવાના અમારી નમ્ર વિનંતી છે.

હર્શદ ભાટિયા,

ઓફિસ સેક્રેટરી