THE CCA GUJARAT HELD PENSION ADALAT ON 15.03.2023 IN GANDHI MUSIAM CONFERENCE HALL, RAJKOT. BDPA (INDIA) RAJKOT DISTRICT OFFICE BEARERS P.N. GONDALIA, VICE PRESIDENT, SHANTILAL H. KANTESARIA, DISTRICT SECRETARY AND C.N. JAVIA, ASSTT. DISTRICT SECRETARY PARTICIPATED.
1. તા. 15.03.2024, શુક્રવાર સવારના 10.30 થી 13.30 સુધી CCA અમદાવાદ તરફથી યોજાઈ ગઈ. જેમાં અમદાવાદ થી CCA શ્રીમતી જયતી શમદાર, Jt. CCA ગુજન મિસરા,એકાઉન્ટ ઓફિસર સિંગ સાહેબ તથા BDPA(I) ના વાઈસ પ્રેસિડન્ટ શ્રી પી. એન. ગોંડલિયા, ડીસ્ટ્રીકટ સેક્રેટરી શ્રી એસ.એચ. કંટેસરિયા, આસી. ડીસ્ટ્રીકટ સેક્રેટરી શ્રી સી. એન. જાવીયા વગેરે ઓફિસ બેરસૅ હાજર હતા.
2..અદાલતમાં કુલ 14 પેન્શનરોએ પોત પોતાના કેસ મોકલેલા તે પૈકી 13 ઈલીઝીબલ કેસનું નિરાકરણ થઈ ગયું. ફકત 1 કેસ નોટ ઈલીઝીબલ હતો તે રીજેક્ટ કરેલ છે જેનો જવાબ લાગુ પડતા પેન્શનર ને આપી દેવામાં આવેલ છે.
3.શ્રીમતી જયતી શમદાર અને Jt. CCA શ્રી ગુંજન મિશ્રા સાહેબે તમામ પેન્શનસૅ અને ફેમિલી પેન્શનસૅ કે જેઓને લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની ડયુ ડેઈટ 31 માચૅ 2024 આપવામાં આવેલી છે તેઓને સમયસર લાઈફ સબમિટ કરવા માટે અનુરોધ કર્યો છે જેથી લાઈફ સર્ટિફિકેટ સબમીટ ન કરવાને કારણે કોઈનું પેન્શન અટકે નહીં.
4.મોબાઈલમાં જીવન પ્રમાણ એપ ઈન્સ્ટોલ કરીને ફેઈસ ઓર્થોન્ટિકેસનથી ડીજીટલ લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરી શકાય છે. પરંતુ મોબાઈલમાં જીવન પ્રમાણ એપ મારફત સબમિટ કરેલું લાઈફ સર્ટિફિકેટ સકસેસ ફુલી સબમિશન મેસેજ આવવા છતાં જીવન પ્રમાણ એપની સંપન્ન સાથે લીંક થવામાં એરર હોવાને કારણે સંપન્ન સ્વીકારતું નથી તે બાબતની આજની અદાલતમાં વિગતવાર રજુઆત કરવાથી અધિકારીઓના ધ્યાનમાં એરર આવી ગઈ છે અને તેઓએ ટૂંક સમયમાં એરર રીસ્ટોર થઈ જશે તેવી જાણ કરી છે. એરર નીકળી જશે પછી આપ સર્વેને જાણ કરવામાં આવશે પછી જે કોઈને પોતાના મોબાઈલમાં ફેઈસ ઓર્થોન્ટિકેસન થી લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરવું હોય તો કરી શકશે. જયાં સુધી એરર રીસ્ટોર ન થાય ત્યાં સુધી મોબાઈલમાં લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરવું હિતાવહ નથી.
5.એરર રીસ્ટોર થઈ જાય પછી આપને વોટસએપ મેસેજ કરીને જાણ કરવામાં આવશે કે એપ્રિલ મહિનાના પ્રથમ વિકમાં અમો BDPA(I) રાજકોટ ડિસ્ટ્રીકટ ના કારોબારી સમિતિના સભ્યો જયુબેલી બાગ ટેલિફોન એક્સચેન્જ ના ગેઈટ પાસે બેસીને જેમને લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરવાનું ડયુ છે તેઓ પૈકી જે કોઈ પેન્શનસૅ અને ફેમિલી પેન્શનસૅ જયુબેલી બાગ ટેલિફોન એક્સચેન્જ ના ગેઈટ પાસે રૂબરૂ આવશે તેઓને તેમના મોબાઈલમાં જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરી આપશું છતાંપણ જેઓને મોબાઈલમાં લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું ન ફાવે તેઓને અમો અમારા મોબાઈલમાં ફેઈસ ઓર્થોન્ટિકેસનથી વિના મૂલ્યે લાઈફ સર્ટિફિકેટ સબમીટ કરી આપશુ
6.જેટલા પેન્શનસૅ અને ફેમિલી પેન્શનસૅ શારિરીક અશક્ત હોય, પોતાની જાતે પ્રાઈવેટ એજન્સીમાં જઈ શકે તેમ ન હોય તેઓ અમને જાણ કરશે તો એપ્રિલ મહિનાના પ્રથમ વિકમાં તેઓના ઘરે જઈને લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટેનું અમોએ આયોજન કરેલ છે જેના વિષે વોટસએપ મારફત મેસેજ કરીને જાણ કરવામાં આવશે.
7.જેટલા પેન્શનસૅ ના મોબાઈલ નંબર ખોટા છે તેઓએ CCA અમદાવાદ ને લેખીતમાં નીચે ની વિગત સાથે અરજી કરવાની છે.
આપનું નામ,
આપનો PPO નંબર લખો, PPO બુકની ઝેરોક્ષ,
ખોટો નંબર જે હોય તે લખો,
સાચો નંબર જે હોય તે લખો.
ઉપરની વિગત સાથે e mail કરી શકો તો e mail કરો અથવા રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયર થી મોકલી આપો.
e maid:-
ccapension.guj@ gmail.com
ત્રણ થી ચાર દિવસ સુધીમાં સુધારો ન થયો હોય તો ફોન કરીને જાણ કરો એટલે આપની અરજી ના આધારે આપનો મોબાઈલ નંબર સુધારી આપશે.
8.CCA ઓફિસ આઈ કાડૅ બનાવવા માટે નો પોગ્રામ અંદાજીત એપ્રિલ મહિના અંતમાં અથવા મે મહિનામાં શરૂ કરવાના છે. જયારે શરૂ કરવામાં આવશે ત્યારે આપણને જાણ કરવામાં આવશે ત્યાર પછી જેમને આઈ કાડૅ બનાવવાની ઈચ્છા હોય ત્યારે મુકરર કરેલ ફોમૅ ભરીને મોકલવાના છે તે પહેલા કોઈ પણ પેન્શનસૅ અને ફેમિલી પેન્શનર્ષે અરજી કરવાની નથી.
9.અધિકારીઓએ જણાવેલ છે કે KYP અપડેટ કરવાની કાયૅવાહી શરૂ થઈ ગઈ છે પરંતુ સ્ટાફ શોર્ટેજ ને કારણે અપેક્ષિત સમય કરતાં વધારે સમય લાગશે.
CCA અમદાવાદ આયોજિત આજની પેન્શન અદાલતમાં ઉપરોક્ત વિષયે વિચાર વિમશૅ ને અંતે અધિકારીઓએ અદાલતમાં ઉપસ્થિત તમામ પેન્શનસૅનો આભાર વ્યક્ત કરી બપોરના 13.30 વાગ્યે કાયૅવાહી પુણૅ કરી.
શાંતિલાલ કંટેસરિયા
ડીસ્ટ્રીક્ટ સેક્રેટરી BDPA(I)
રાજકોટ.