ONE DAY PENSIOONERS OUTREACH CAMP HELD ON 21.11.2023 IN COLLECTOR OFFICE RAJKOT BY CCA GUJARAT CIRCLE..
આજે તા.21.11.23, મંગળવારના રોજ નવી કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ રાજકોટ મુકામે CCA ઓફિસ અમદાવાદ દ્વારા સંપન્ન માઈગ્રેશન માગૅદશૅન કેમ્પ નું આયોજન કરેલું. અમદાવાદ થી ત્રણ સિનિયર એકાઉન્ટ ઓફિસર માગૅદશૅન આપવા માટે આવેલા અને પેન્શનસૅ એસોસિએશન ના હોદેદારો શાંતિલાલ કંટેસરિયા, સી. એન. જાવીયા, જે. સી. માંડલીયા,અશોક હીન્ડોચા, નીરૂબેન સોલંકી અને ચનિયારા સાહેબ ઉપસ્થિત રહેલા. 11.00 થી 14.45 વાગ્યા સુધી કાયૅવાહી ચાલેલી.
અંદાજીત 100 થી 125 જેટલા પેન્શનસૅ અને ફેમિલી પેન્શનસૅ કે જેઓને સંપન્ન માઈગ્રેશન ને અનુલક્ષીને લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવાના,નવો PPO નંબર મેળવવો, KYP ફોમૅ ભરીને આપવાના અને બીજા અન્ય પ્રશ્ર્ન હતા તેવા પેન્શનસૅ અને ફેમિલી પેન્શનસૅરોએ કેમ્પ માં હાજર રહીને પોત પોતાના પ્રશ્ર્ન નું નિરાકરણ કરાવ્યું.
ઉપરોક્ત કેમ્પમાં ઉપસ્થિત એકાઉન્ટ ઓફિસરોએ આપ સર્વે ને મેસેજ આપવા જણાવેલ છે કે જેમના નામ, જન્મ તારીખ,મોબાઈલ નંબર, પેન્શન એકાઉન્ટ નંબર,રેસી.એડ્રેસ ઉપરાંત અન્ય વિગતમાં ભુલ હોય તેઓએ KYP ફોમૅ ભરીને CCA ઓફિસ અમદાવાદ મોકલી આપવા. KYP અપડેટ કરશે ત્યારે બધીભુલ સુધરી જશે. હાલમાં 8000 જેટલા KYP અપડેટ કરવાના બાકી છે તેથી KYP અપડેટ કરવા માટે 4 થી 5 મહિના જેટલો સમય લાગશે.
KYP મોકલવા માટે CCA ઓફિસ નું એડ્રેસ નીચે મુજબ છે.
To,
The Controller of Communication Accounts,
Gujarat Telecom Region, 7th floor,P&T Admin. Building, Khanpur, Ahmedabad-380001
ફોન નં:- 079 2550123